પંચમહાલમાં જલારામ જયંતીની ઊજવણી, અન્નકુટના ભકતોએ કર્યા દર્શન - જુઓ વીડિયો...
પંચમહાલઃ જિલ્લા ખાતે જલારામ જયંતીની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામા આવી હતી. ગોધરા શહેરના વાવડી વિસ્તારમાં જલારામ જયંતિ હોવાથી અહી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ અન્નકૂટનો ભોગ જલારામ બાપાને ધરાવામા આવ્યો હતો. જે અન્નકૂટના દર્શનનો પણ ભકતજનોએ લ્હાવો લીધો હતો. મંદિર પ્રશાસન દ્રારા મહાપ્રસાદ, ભજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.