દાહોદમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી
દાહોદઃ ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે દાહોદ નગરમાં ફીટ ઇન્ડિયા રન મેરોથન જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ અને કલેકટરની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ મેરોથોન નગરના સરદાર ચોકથી લઈને વિવિધ રાજમાર્ગો પર થઇ ગાંધી ગાર્ડને સમાપન થઈ હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ઉપરાંત જિલ્લાને સ્વચ્છ રાખવાનો શુભ સંકલ્પ લીધો.