મોરબી: વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપની ટિકિટ મળ્યા બાદ બ્રિજેશ મેરજાની પ્રતિક્રિયા
મોરબી: માળિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે. મોરબીની માળિયા વિધાનસભાની બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી વિજયી બનેલા બ્રિજેશ મેરજાએ થોડા મહિના પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બ્રિજેશ મેરજાના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે. ત્યારે બ્રિજેશ મેરજાએ પોતાની પસંદગીને લઈને પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.