વિરમગામ APMCમાં ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
અમદાવાદ : BJPની સરકારને કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થયા છે. તેના અનુસંધાને વિરમગામ APMC માર્કેટયાર્ડમાં ભાજપના યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા સમાજમાં સેવાના ભાગરૂપે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોહીની વધારે જરૂર જણાય છે. તેને પૂરક બનવા માટે ભવ્ય બ્લડ ડોનેશન કાર્યક્રમ (Blood donation camp) કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સેવાકીય પ્રવૃત્તિમાં વૃક્ષારોપણ, હોસ્પિટલમાં ફ્રૂટ પેકેટ વિતરણ, માસ્ક વિતરણ, સેનેટાઈઝ વિતરણ, અને મહાજનમાં ગાયોને નિર અને સુખડી આપી ગાયોની સેવા કરી હતી. આજરોજ વિરમગામ APMC માર્કેટયાર્ડમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પ (Blood donation camp)માં 108 જેટલી રક્તની બોટલો એકઠી થઈ હતી.