BJP કાર્યાલયે ઢોલ-નગારા સાથે વિજય ઉત્સવની તૈયારીઓ... - Gujarati News
ગાંધીનગરઃ લોકસભા 2019ના પરિણામો લઈને આજરોજ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂર્વ તૈયારીઓ બુધવારથી કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે LCD સ્ક્રીન લગાવવામાં આવી છે. તેમજ એક્ઝિટ પોલના તારણો અનુસાર વિજય ઉત્સવ મનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલના તારણ અનુસાર જોતા ભાજપની જીત માટે વિજય રૂપાણી, નીતિન પટેલ તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ રહેલી છે.