સુરત જિલ્લાના બિસ્માર રસ્તાઓમાં ભાજપ પ્રદેશ પ્રમુખનું થશે આગમન - ભાજપ પ્રદેશ પ્રમુખ
સુરત: ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર પાટીલ પ્રથમ વખત સુરત જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર સુરત જિલ્લાના ભાજપ નેતાઓ પ્રમુખના આગમનની તૈયારીઓમાં લાગ્યા છે. પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવા માટે હાલ ભાજપના કાર્યકરો અને નેતાઓ કામે લાગ્યા છે, ત્યારે પ્રદેશ પ્રમુખની રેલીના રસ્તામાં ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓના કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જયારે મત લેવાના હોય ત્યારે નેતાઓ હાથ જોડીને ઘર ઘર સુધી આવતા હોય છે, પરંતુ એક વાર ચૂંટાઈ ગયા બાદ આ જ નેતાઓ પ્રજાના હાલ સુદ્ધા પણ પૂછવા આવતા નથી.