હળવદની ધનશ્યામગઢ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત - ધનશ્યામગઢ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
મોરબી: હળવદ તાલુકા પંચાયતની ઘનશ્યામગઢ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. જેની મત ગણતરી મંગળવારે કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંકાસણાનો 324 મતથી વિજય થયો છે. મતગણતરીમાં ભાજપના મનસુખભાઈ માંકાસણાને કુલ 1536 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના જટુભા ઝાલાને 1272 મત મળ્યા હતા. મનસુખભાઈના વિજય સાથે જ ધનશ્યામગઢ પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે.