ભુજમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ, પાંચ મિલકતોને સીલ કરી સેવાઓના જોડાણ કટ કર્યા
કચ્છ : ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં બે ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં નગરપાલિકાની ટીમોએ શહેરના સ્ટેશન રોડ અને હોસ્પિટલ રોડ પર આવેલી પાંચ મિલકતો સીલ કરી હતી. વિગતો મુજબ બે મિલકતો સામે સીલીંગ અને સેવાઓના જોડાણ કટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકા મુખ્ય અધિકારી નિતીન બોડાતે જણાવ્યું હતું કે, વેરા વસૂલાત ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 20 કરોડના વેરા વસૂલ કરવા માટે લક્ષ્ય નક્કી કરીને ટીમો કામે લગાડવામાં આવી છે. ખાસ કરીને કોમર્શિયલ મિલકતો અને તેમાં 10 વર્ષથી વધુ સમયથી વેરા ન ભરનારા બાકીદારોને નોટિસ આપી દેવામાં આવી છે. આ નોટિસ આપી પાંચ મિલકતો અને ગટરના જોડાણ રદ કરવાની કામગીરી કરાઇ છે.