ભુજ કેન્દ્રીય વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ યોજાયો
કચ્છઃ ભુજ ખાતે કેન્દ્રીય વિદ્યાલય નંબર 2માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ આર્મીના બ્રિગેડિયર બ્રુસ ફનાન્ડીઝ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી હાજર રહ્યા હતા. શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કર્યા હતા. શાળાના પ્રિન્સિપાલ રાજેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ, શાળાના બાળકો અભ્યાસની સાથે સાથે ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ રસપૂર્વક ભાગ લે છે. તેની ઝલક આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોવા મળી રહી છે. શાળાના શિક્ષક પંકજ પંચાલ, સલીમ શેખ અને છાયા અધિકારી સહિતના સ્ટાફે આ આયોજનને સફળ બનાવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.