અમદાવાદના બંસી સંઘવીએ વેરેબલ આર્ટ પર કપડા ડિઝાઈન કર્યા - designed
અમદાવાદ: શહેરમાં આંબાવાડી વિસ્તાર ખાતે આવેલ હાઉસ ઓફ મેરીગોલ્ડમાં ઇમેજ કન્સલ્ટન્સી સંઘવી દ્વારા ફાસ્ટ કલેક્શનનું લોન્ચ અને તપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટીના વિમેન ગ્રુપ દ્વારા બંસી સંઘવીએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરીને તેના પર વાત કરાઈ હતી. બંસી સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ કન્સેપ્ટ વેરેબલ આર્ટ પર છે. જેને વિવિધ દેશના કલ્ચરને ડિજિટલ પ્રિન્ટની મદદથી વિવિધ ફેબ્રિક પર રજૂ કરવામાં આવી છે. આ સાથે ફેસ્ટિવ સિઝન કલેક્શનમાં ટ્રેડિશનલ આઉટફિટને વેસ્ટન ટચ પણ આપવામાં આવ્યો છે. તે દરમિયાન શહેરના જાણીતા સિંગર કમ્પોઝર અરવિંદ વેગડાએ પણ હાજરી આપી હતી