બનાસકાંઠાઃ દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા 8,235 લોકોના કોરોના ટેસ્ટ કરાયા
બનાસકાંઠાઃ જિલ્લાના દાંતા તાલુકામાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે કોરોનાના કેસો ડિટેક્ટ કરવાની મથામણ કરી રહ્યું છે. દાંતા તાલુકામાં અત્યાર સુધી રેપિડ એન્ટિજન કીટ તેમજ RTPCR દ્વારા 8,235 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 140 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. દાંતા તાલુકામાં કોરોના સંક્રમણને કારણે 4 લોકોના મોત થયા છે. તાલુકા આરોગ્ય અધિકારીએ પણ યાત્રિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, અંબાજી આવતા યાત્રાળુને તાવ શરદી ખાંસી હોય તેવા લોકોને અંબાજી ન આવવા અપીલ કરી છે.