ગુજરાત

gujarat

ETV Bharat / videos

બલિઠામાં સાંઈબાબા અને ભવાની માતાજી મંદિરના કરો દર્શન

By

Published : Dec 17, 2019, 10:18 AM IST

વાપી: જિલ્લાના બલિઠા ગામે સાંઈબાબા અને ભવાની માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ગામના લોકો અને આસપાસના લોકો ખૂબ જ આસ્થા ધરાવે છે. ગામલોકો દ્વારા મંદિરમાં નિત્ય સવાર સાંજ આરતી કરવામાં આવે છે. ગામલોકોનું કહેવું છે કે, અહીં પહેલા ભવાની માતાજીની નાનકડી ડેરી હતી. જેના સ્થાને ભંડારવાડના સ્થાનિક રહીશો અને અન્ય દાતાઓની મદદથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે બાદ બાજુમાં જ સાંઈબાબાના મંદિરનું નિર્માણ કર્યું છે. લોકોની આસ્થા અને શ્રદ્ધા ખૂબ જ છે. દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. દર ગુરૂવારે અહીં મોટી સંખ્યામાં સાઇભક્તો બાબાના દર્શને આવે છે.

ABOUT THE AUTHOR

...view details