સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સાદગી પૂર્વક અષાઢી બીજની ઉજવણી કરાઇ
સુરેન્દ્રનગરઃ રાજ્યમાં અષાઢી બીજની ઘણા જિલ્લાઓમાં ઉજવણી કરાઇ હતી, જોકે કોરોનાને કારણે આ વર્ષે રથયાત્રા કાઢવામાં આવી નથી. ત્યારે જિલ્લાના ધ્રાંગધ્રામાં પણ સંસ્કાર ધામ ગુરુકુળ દ્વારા આ વખતે રથયાત્રા કાઢવામાં આવી નથી. મંદિરમાં જ પૂજા વિધિ કરી અષાઢી બીજની ઉજવણી કરાઇ હતી. મંદિરમાં માસ્ક પહેરનારાઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. તેમજ ભક્તોને સેનેટાઇઝ કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા સાત વર્ષથી નીકળતી રથયાત્રા આ વર્ષે નીકળી ન હતી, અને સાવ સાદગી પૂર્વક ઉજવણી કરાઇ હતી.