અરવલ્લી પોલીસે મંદિર અને કારખાનામાં થયેલી ચોરીના ભેદ ઉકેલ્યા
અરવલ્લી : જિલ્લાના ધનસુરા તાલુકામાં પોલીસે ચોરીના ભેદ ઉકેલી નાંખ્યા છે. શ્રી મંગલમ ઇન્જીનિયરીંગ કારખાનામાં અને મંદિરમાંથી ચાંદીના દાગીનાની તસ્કરોએ ચોરી કરી હતી.પોલીસને એક સપ્તાહની અંદર જ બે ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મળી છે, અને આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી અન્ય ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.