રાજકોટમાં સરકારી ભરતીમાં પસંદ થયેલાની નિમણૂક કરવા માંગ, કલેક્ટરને આવેદનપત્ર - તલાટી કમ મંત્રી
રાજકોટ: બુધવારે કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સરકારી ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા દિનેશ બાંભણીયા પણ આ ઉમેદવારો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ જો ઉમેદવારોને નિમણૂંક નહીં અપાય તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળ, તલાટી કમ મંત્રી, ક્લાર્ક, SRP જેવા વિવિધ વિભાગોમાં વર્ગ-3 અને અન્ય જગ્યાઓ માટે ઘણા ઉમેદવારો પાસ થઈ ગયા છે, પરંતુ હજૂ સુધી સરકારે તેમની નિમણૂંક કરી નથી.