વેક્સિનેશનની જન જાગૃતિ કાર્યક્રમ કરવા આવેદન: AAP - તાપી કોરોના અપડેટ
તાપી: આમ આદમી પાર્ટી દ્વારા વેક્સિનેશનની જન જાગૃતિ કાર્યક્રમ કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું હતું. અગાઉ પણ AAP કાર્યકર્તાઓ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને ઓક્સિમીટરથી પલ્સ અને ઓક્સિજન લેવલ ચેક કરી નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા અને સારવાર કરવા માટે પ્રેરવાનું ભગીરથ કાર્ય કર્યા હતા.AAP દ્વારા અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, વેક્સિન લેવા લોકોમાં ભ્રામક માન્યતાઓ લઇને ખોટા ડરને કારણે વેક્સિન લેવાનું ટાળતા હોય છે અને સ્વાસ્થ્ય જોખમમાં મુકતા હોય છે. આમ આદમી પાર્ટી દ્વારા ગામડાઓમાં રહેતા લોકોમાં ભ્રામક માન્યતાઓ અને ખોટા ડરને દુર કરી વૅક્સિન લેવા જાગૃત કરવા અને વધુને વધુ લોકો વેક્સિન લે તેવા લોકહિતના ઉમદા આશય સાથે એક જન જાગૃતિ અભિયાન ચલાવવા માંગ કરી હતી.