કાલાવાડ: બૂટલેગરોથી કંટાળેલા ગામલોકોએ પોલીસને આપ્યું આવેદનપત્ર
જામનગરઃ જિલ્લાના કાલાવડના રહેવાસીઓએ પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળા એકઠા થઇને સ્થાનિક યુવકોને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તો આ સાથે જ મહિલાઓ સાથે પણ પોલીસકર્મીઓએ અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.તો બીજી તરફ કાલાવડના જ વેલનાથ ચોકમાં રહેતા લોકો બુટલેગરોથી પરેશાન બન્યા છે. તો અવારનવાર અહીં દારૂ વેચતા બુટલેગરો સ્થાનિક લોકોને પરેશાન કરતા હોવાનો પણ આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે.તો આ સાથે જ સ્થાનિક પોલીસ નિર્દોષ લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈ તો ઢોર માર મારતા હોવાનું પણ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.