પાવાગઢ: આગામી ચૈત્રી નવરાત્રી પર્વને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડ્યું
પંચમહાલઃ જિલ્લાના હાલોલ ખાતે આગામી તારીખ 25 માર્ચથી 8 એપ્રિલ સુધીના સમયમાં જ ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુજરાત સહિત, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજયોમાંથી મોટી સંખ્યામાં માઈ ભકતો મહાકાળીના દર્શન કરવા ઉમટી પડશે. ત્યારે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખૂબ જ વાંકોચૂકો તથા સાંકડો હોય લોકોની અવરજવર દરમિયાન કોઇ અકસ્માત કે જાનહાનિ સર્જાય નહીં તે માટે જાહેર હિતમાં જાહેરનામું પાડવામાં આવ્યું છે. તળેટીથી માચી સુધીના રૂટ ઉપર ટ્રક-ટેમ્પો જીપ લક્ઝરી બસમાં ઓટોરિક્ષા સહિતના તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર તથા ચીજ વસ્તુઓ સાથે પશુ દોરી જનારાઓને દ્વારા માલસામગ્રી લઈ જનારા ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું પાડવામાં આવ્યું છે. એસટી બસ, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવા માટે ઉપયોગમાં લેવાનાર વાહનો માટે આ હુકમ લાગું પડશે નહી.
Last Updated : Mar 12, 2020, 5:00 PM IST