ગોંડલમાં વીજ કરંટ લાગવાથી પશુઓ મોતને ભેટી રહ્યા છે !
રાજકોટ: ગોંડલમાં વીજ પોલ દ્વારા કરંટ લાગવાથી પશુઓના ભોગ લેવાઈ રહ્યા છે. જેના કારણે ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેતપુર રોડ પર આવેલા ચારણ સોસાયટી પાસેના વીજ ટ્રાન્સફોર્મર પોલમાંથી કરંટ લાગતા આખલો મોતને ભેટ્યો હતો. આ ઘટના પહેલા શહેરના જેલચોક પાસે આવેલી નગરપાલિકાની જનસેવા કેન્દ્રની બાજૂમાં આખલાને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. વીજતંત્રને અનેક રજૂઆત કરાવવામાં આવી હોવા છતાં પણ પ્રિમોન્સુન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી ન હોય, જેના પરિણામે પશુધન ટપોટપ મોતના મુખમાં ગરક થઈ રહ્યા છે.