રાજકોટમાં વૃદ્ધની કરાઈ હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ
રાજકોટ: શહેરમાં શુક્રવારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આંબેડકરનગરમાં રહેતા કરશનભાઈ મકવાણા નામના વૃદ્ધની હત્યા કરાઈ હતી. જે વિશાલ મૂછડીયા નામના ઇસમે ચાર શખ્સો મળી હત્યા કરી હતી. મળતી માહિતી પ્રમાણે, વૃદ્ધ સાંજના સમયે પોતાના ઘરે હતા. તે સમયે આ ઈસમો તેમના ઘરે જઈને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં રાજકોટ માલવીયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હજુ સુધી, હત્યાનું મૂળ કારણ સામે આવ્યું નથી.