યુવા સાધુ સમાજ દ્વારા મોરારી બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું - દ્વારકાધીશ
સુરેન્દ્રનગર: કથાકાર મોરારી બાપુએ તેમની ટિપ્પણી માટે દ્વારકા જઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી માથું ટેકાવ્યું હતું. બાદમાં દ્વારકામાં આ બાબતે એકત્ર થયેલા આગેવાનોની ઉપસ્થિતિમાં ટિપ્પણી બાબતે લાગણી દુભાઈ હોય તો ક્ષમા માગી હતી. ત્યારે પૂર્વ ધારાસભ્ય પબુભા દ્વારા મોરારી બાપુ પર કરવામાં આવેલા હુમલાના પ્રયાસના વિરોધમાં શનિવારે યુવા સાધુ સમાજ સંગઠનના નેજા હેઠળ 30થી વધુ આગેવાનોએ કલેકટર કચેરીએ જઈ આ મામલે અધિક કલેક્ટર એન.ડી. ઝાલાને અશોભનીય ઘટના મામલે આવેદનપત્ર આપ્યું હતું.