મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વહીવટદારની નિમણૂક કરાઈ
મહેસાણાઃ દૂધ સાગર ડેરીમાં ભેળસેળીયા ઘી કાંડ બાદ નિયામક મંડળના હાથમાંથી વહીવટ છીનવી લઈ સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. ડેરીની સત્તાનું સુકાન સંભાળવા સરકારના પ્રતિનિધિ તરીકે વાય. એ. બલોચની નામના અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં ડેરીના નિયામક મંડળની ચૂંટણી થાય ત્યા સુધી ડેરીનો વહીવટ વહીવટદાર દ્વારા સંભાળવામાં આવી શકે છે. ભેળસેળ વાળા ઘી-કાંડ મામલે ડેરીના પૂર્વ એમ ડી અને વાઇસ ચેરમેન સહિત લેબ ટેક્નિશિયન જેલમાં બંધ છે, જ્યારે ચેરમેન સામે પણ ફરિયાદ થયેલી છે.