અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી જાહેર - Election date announced
અમરેલીઃ જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં દિલીપ સંઘાણી, પરશોતમ રૂપાલા સહિતના આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. જેમાં પરશોતમ રૂપાલાની ગેરહાજરીમાં દરખાસ્ત કરનારે રૂપાલાનુ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અમર ડેરી ગૃપના કુલ 17 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોરોના મહામારીના કારણે 4 મહિના ચૂંટણી પાછળ ઠેલાઈ હતી. હવે 14 જૂલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, તો તારીખ 30 જૂલાઈના રોજ મતદાન યોજાશે. જો કે, ચૂંટણી બીનહરિફ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેનો દિલીપ સંઘાણીએ પણ બિનહરીફ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.