જામનગરની જી.જી હોસ્પિટલમાં ઇમરજન્સી ઓપરેશન સિવાય તમામ સેવા બંધ કરવામાં આવી - Jamnagar news
જામનગર: ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ આવતા હોય છે. જેથી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળતી હોય છે, ત્યારે કોરાના વાઇરસને લઇ શનિવારના રોજ જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવ બંધ કરવામાં આવી છે. કોરોના વાઈરસ પર કાબૂ મેળવવા માટે હોસ્પિટલના સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે.