કરોનાના કહેર વચ્ચે સોમનાથમાં યોજાનારા તમામ કાર્યક્રમો સ્થગિત
ગીર સોમનાથઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બન્યો છે. સદનસીબે ગુજરાતમાં આ વાયરસનો કોઇ કેસ જોવા મળ્યો નથી, છતાં સાવચેતીના પગલે કોરોના વાયરસને લઇ યાત્રાધામ સોમનાથમાં વિવિધ આયોજનો રદ કરવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી મહિનામાં યોજાનારા વિવિધ કાર્યક્રમો તેમજ આયોજનો રદ અથવા સ્થગિત કરાયા છે. જેમાં આગામી તા. 22ના મજદુર સંઘ દ્વારા દતોપંત ઠંગડી જન્મ જયંતી ઊત્સવ રદ કરાયો છે. જ્યારે ગૌ લોક ધામમાં યોજાનારો મહોત્સવ પણ હાલ ટ્રસ્ટ દ્વારા સ્થગિત કરાયો છે. ત્યારે હાલ કોરોના વાયરસને લઈ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓનેે સાવચેત રહેવા સાથે કોરોના બાબતે આરોગ્ય વિભાગે આપેલી સુચનાઓનો અમલ થાય અને લોકો સાવચેત રહે તેવો પ્રયાસ ટ્રસ્ટ દ્વારા કરાઈ રહ્યો છે.
Last Updated : Mar 17, 2020, 6:41 PM IST