બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા યુથ કોંગ્રેસના ધરણા
અમદાવાદઃ રાજ્યમાં લેવાયેલી બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતી મામલે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી, પરંતુ સરકાર દ્વારા માત્ર SITની રચના કરવામાં આવી હતી. ત્યારે યુથ કોંગ્રેસ વિદ્યાર્થીઓની મદદે આવ્યું અને પરીક્ષા રદ કરવાની માગણી સાથે ધરણા કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.