વરસાદે વિરામ લેતા ખેડૂત ખેતીકામમાં જોતરાયા - gujarati news
જૂનાગઢઃ જિલ્લામાં સતત 11 દિવસ સુધી મેઘરાજાએ ધોધમાર વરસી ધરતીને તરિતૃપ્ત કરી દીધી છે. ત્યારે હવે જગતનો તાત વરસાદે વિરામ લેતા ખેતર ભણી આવતો થયો છે. ભારે વરસાદને કારણે ખેતરમાં કોઇપણ પ્રકારનું ખેતી કામ થઈ શક્યું ન હતું, પરંતુ છેલ્લા 48 કલાકથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા હવે ધરતીપુત્રો ખેતીકામમાં જોડાયા છે.