ગુજરાત

gujarat

ETV Bharat / videos

LRD આંદોલનકારો સાથેની બેઠક બાદ મુખ્ય પ્રધાને કરી પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત, મહિલાઓએ આંદોલન ચાલુ રાખ્યું

By

Published : Feb 12, 2020, 6:27 AM IST

Updated : Feb 12, 2020, 7:46 AM IST

ગાંધીનગરઃ એસસી, એસટી, ઓબીસી આગેવાનો અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ હતી. મુખ્ય પ્રધાને પરિપત્રમાં સુધારા કરવમાં આવશે તેવી જાહેરાત કરતા આગેવાનો અને સરકાર વચ્ચે સહમતી સધાઈ હતી. જો કે, મહિલાઓએ આંદોલન ચાલુ રાખ્યું છે. ગાંધીનગર શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી લોકરક્ષક દળની પરીક્ષામાં એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓને અન્યાય કરવામાં આવ્યો હોવાની વાતને લઇને આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનને કારણે રાજ્ય સરકાર ભીંસમાં મુકાઇ છે. સોમવારે આગેવાનો સાથે મુખ્ય પ્રધાને એક બેઠક યોજી હતી. જેમાં એક આઠના પરિપત્રમાં સુધારા કરવામાં આવશે. આંદોલન કરી રહેલી મહિલાઓએ કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર રદ્દ નહીં થાય, ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ રહેશે.
Last Updated : Feb 12, 2020, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details