અરવલ્લીમાં શામળાજી પોલીસે દારૂ ઝડપી પાડ્યો - After a long time, the liquor was recovered by Shamlaji police
અરવલ્લી: શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન વેણપુર ગામની સીમમાંથી પસાર થતી સેન્ટ્રો કારને અટકાવી સતીશ હેમચંદ્ર નટને ઝડપી પાડી કારની તલાશી લીધી હતી. જેમાં પાછળની સીટના ભાગે ગુપ્ત ખાનામાંથી 30,300 કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જો કે, રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાના રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરિક ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય પછી, જિલ્લામાં આશ્ચર્યજનક રીતે દારૂના કેસનું પ્રમાણ નહિવત છે. તો શુ ચેક પોસ્ટ નાબુદ થવાથી બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાનું બંધ કરી દીધું છે. તેવો પ્રશ્ન હાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.