રાજકોટના બહુમાળી ભવનમાં ACBની રેડ, ક્લાસ 3ના અધિકારી ઝડપાયા
રાજકોટઃ શહેરના બહુમાળી ભવન ખાતે ACB દ્વારા રેડ પાડવામાં આવી છે. જેમાં કુટીર ઉદ્યોગ વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ 3ના અધિકારી ડી.કે રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સરકારી યોજનાઓની લૉન પાસ કરાવવાની કામગીરીને લઈને લાંચ માંગવાનો આરોપ છે. હાલ રાજકોટ ACBની ટીમ દ્વારા ડી.કે રાઠોડની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ સુધી આ અધિકારીએ કેટલા રૂપિયાની લાંચ માંગી હતી અને ACBમાં કોના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તે વિગતો જાહેર કરવામાં આવી નથી.