સુરતમાં 9 મહિના પહેલા લાંચ માગનારો પોલીસકર્મી ઝડપાયો
સુરત : શહેરમાં 9 મહિના પહેલા ખટોદરા પોલીસના લાંચિયા પોલીસકર્મી દિગ્વિજયસિંહે તેના રિક્ષાચાલક ઈમરાન મારફતે 15 હજારની લાંચ માંગી હતી. ACB (એન્ટી કરપ્શન બ્યૂરો)એ પોલીસ સ્ટેશનની બહાર 20 ઑક્ટોબરે છટકું ગોઠવ્યું હતું. જો કે, આ વાતની ગંધ આવી જતા બંને ભાગી ગયા હતા. પોલીસકર્મી અને ચાલકનો વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગના આધારે ACBએ 29 ડિસેમ્બરે ગુનો નોંધ્યો હતો. ACBએ ખટોદરા પોલીસના એલ.આર દિગ્વિજયસિંહ મસાણી અને રિક્ષાચાલક ઈમરાન શેખની શુક્રવારે ધરપકડ કરી છે. 9 મહીના પહેલાં ભટાર ચાર રસ્તા પાસે યુવકો રાત્રીના સમયે બેઠા હતા. ત્યારે પોલીસ આવવાના ડરથી કેટલાક યુવકો ભાગી ગયા હતા. જો કે, એક યુવક ત્યાં જ બાઇક મૂકી ભાગી જતા પોલીસ બાઇકને પોલીસ સ્ટેશનમાં લાવી હતી. યુવકનો કંઈ વાંક ન હોવા લાંચિયા પોલીસકર્મી દિગ્વિજયસિંહ અને તેના રિક્ષાચાલક ઈમરાન શેખે બાઇક છોડાવવા માટે 15 હજારની લાંચ માંગી હતી.