રાજકોટમાં ચાલુ કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં - ચાલુ કારમાં આગ
રાજકોટઃ શહેરમાં આજે સતત બીજા દિવસે અગમ્ય કારણોસર ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની છે. શુક્રવારે શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ચાલુ કારમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોળી આવ્યો હતો આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની જોવા મળી નથી.