ગુજરાત

gujarat

ETV Bharat / videos

વલસાડ હાઇવે પર કન્ટેનરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી - શોર્ટ સર્કિટને કારણે વાહનોમાં લાગતી આગ

By

Published : Jul 28, 2020, 3:37 PM IST

વલસાડઃ નેશનલ હાઇવે-48 પર મુંબઈથી સુરત તરફ જઇ રહેલા કન્ટેનરમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. કન્ટેનરમાં નીકળતા ધૂમાડાને લઈને પાસેથી પસાર થતા વાહન ચાલકોએ કન્ટેનર ચાલકને જાણ કરી હતી. ડ્રાઇવરને જાણ થતા જ કન્ટેનર રોડની બાજુમાં પર પાર્ક કરી પાણી લેવા ગયો હતો. જોતજોતમાં કન્ટેનરની કેબીનમાં વધુ સોર્ટસર્કિટ થતા જ આગ લાગી હતી. આગ લાગતા જ આજુબાજુ ના લોકોએ વલસાડ ફાયર બ્રિગેડ અને વલસાડ રૂલર પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વલસાડ રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે કન્ટેનરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ લાગતા જ આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી હતી. આ ઘટનામાં ડ્રાઇવરનો બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details