મોડાસાની મૃતક યુવતીને ન્યાય મળે તે માટે સાબરકાંઠાના ઈડરમાં જંગી રેલી નીકળી
સાબરકાંઠા : મોડાસામાં મૃતક યુવતી મામલે ઇડરમાં દલિત સમાજના લોકોએ SDMને આવેદનપત્ર આપી આરોપીઓની કડક સજા આપવાની માંગ સાથે પરિવારને ન્યાય આપવાની રજૂઆત કરી હતી. એક તરફ મૃતક યુવતી મામલે હજુ સુધી પીએમ રિપોર્ટ પહેલા જ વિશિષ્ટ કલમો ઉમેરી ન્યાય મેળવવાની વાતો છે. તો બીજી તરફ પીએમ રિપોર્ટ બાદ પોલીસ તપાસમાં કેટલી સચ્ચાઇ બહાર આવશે એ તો સમય બતાવશે.