નર્મદા ડેમનું 80 ટકા કામ કોંગ્રેસના શાસનમાં થયું પરંતુ કોંગ્રેસે આ મુદ્દે ક્યારે પણ રાજનીતિ નથી કરી: મનીષ દોશી
અમદાવાદ: નર્મદા યોજના અંગે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે, નર્મદા ડેમનું 80 ટકા કામ કોંગ્રેસના શાસનમાં જ થઇ ગયું હતું. ભાજપ દ્વાર માત્ર 20 ટકા કામ કરીને જશ લેવામાં આવી રહ્યો છે. મુખ્પ્રધાન વિજય રૂપાણી પાસે પણ પુરતી માહિતી નથી. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી તે સમયે તમામ પક્ષોને સાથે રાખવામાં આવ્યા હતા. પણ જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી વિપક્ષ અને અન્ય પક્ષોને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવામાં નથી આવી રહ્યો. 2001માં નર્મદા યોજના મુદ્દે તમામ પક્ષે એક સુરે વાત કરી હતી, પરંતુ તે બાદ ભાજપ દ્વારા 'મેં કર્યું' નાં નારા શરુ થયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ નર્મદા યોજના માટે માત્ર ભાજપે કામ કર્યું હોવાનું જણાવી રહ્યા છે.