મોરબી જિલ્લાના ચાર PSIની પ્રમોશન સાથે બદલી, સોલ્ડર ફિલ ઇન સેરેમની યોજાઈ
મોરબીઃ જિલ્લાના ચાર PSIના પ્રમોશન સાથે બદલી થઈ છે. જિલ્લામાં ફરજ બજાવતા એમ.વી.પટેલને ACBમાં, MOBમાં ફરજ બજાવતા જીતુભા ઝાલાને ACB, તેમજ જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા પી.આર.વાઘેલાને અમરેલી જિલ્લામાં અને વાંકાનેર સીટી ફરજ બજાવતા એ.બી.જાડેજાની બદલી વડોદરા ખાતે કરવામાં આવી છે. પ્રમોશન પામેલા મોરબી જિલ્લાના PI માટે શુક્રવારે SP કચેરી ખાતે સોલ્ડર ફિલ ઇન સેરેમની યોજાઈ હતી. જેમાં જિલ્લા SP ડૉ. કરણરાજ વાઘેલા, DYSP ડી.જી.ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ જીલ્લાના વિવિધ પોલીસ મથકના PI અને PSI ઉપસ્થિત રહ્યા હતાં.