મહીસાગરમાં સાર્વત્રિક વરસાદ, કડાણા ડેમમાંથી 37,600 ક્યુસેક પાણી છોડાયું
મહીસાગરઃ તાલુકામાં 18 MM અને સિઝનનો 83.11 %, લુણાવાડા તાલુકામાં 12 MM અને સિઝનનો 72.72 %, વીરપુર 11 MM, અને સિઝનનો 70.43 %, સંતરામપુર તાલુકામાં 10 MM અને સિઝનનો 53.76 ટકા, કડાણા તાલુકામાં 5 MM સિઝનનો 57.35 ટકા જયારે ખાનપુર તાલુકામાં 3 MM અને સિઝનનો 98.15 ટકા વરસાદ વરસ્યો સિઝનનો કુલ 72.64 ટકા વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સિઝનનો સૌથી વધારે ખાનપુર તાલુકામાં 98.15 ટકા અને સૌથી ઓછો સંતરામપુર તાલુકામાં 53.76 ટકા વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમનું જળ સ્તર 416.11 ફૂટ પર પહોંચ્યું છે. જે સપ્ટેમ્બર મહિનાના રુલ લેવલ 416.2 કરતા 9 ઇંચ વધારે છે. ડેમમાં પાણીની આવક 31300 ક્યુસેક થઈ રહી છે. જેની સામે ડેમના ત્રણ ગેટ ત્રણ ફૂટ ખોલી 14800 ક્યુસેક પાણી અને 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત છે. જેના દ્વારા 21200 ક્યુસેક પાણી એમ કુલ 36,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.