કોરોના સંકટ: લોકડાઉન વચ્ચે પરપ્રાંતિઓ મહેસાણા પહોંચ્યા - 21-day lockdown
મહેસાણાઃ કોરોના વાઇરસની વૈશ્વિક મારામારી સાથે ભારત પણ વાઇરસની કહેર વચ્ચે સંકળાયું છે, ત્યારે વડાપ્રધાનના આદેશથી સમગ્ર દેશ જ્યારે 21 દિવસના લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે મજૂરી કામ કરી રોજીરોટી કમાવવા આવેલા રાજસ્થાનીઓ સહિતના મોટાભાગના પરપ્રાંતિઓ માટે કામ અને કમાણી કર્યા વગર બેસી રહેવું એ વધુ મુશ્કેલ બન્યું છે. કોરોના વાઈરસથી બચવા લોકડાઉન રાખવું પણ જરૂરી હોઈ અંતે ખાવા પીવાની તકલીફ પડતા રાજસ્થાનના માઉન્ટ આબુ વિસ્તાર તરફ રહેતા કેટલાક પરપ્રાંતિઓ અમદાવાદથી ચાલતા પોતાના વતન તરફ પદયાત્રા કરી આગળ વધ્યા હતા. અમદાવાદથી ચાલતા વિસનગર સુધી પહોંચેલા 15 જેટલા રાજસ્થાની મજૂરોએ હૈયાવરણ ઠાલવતા વતન તરફ જવા કોઈ વાહન મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.