આણંદમાં 1.75 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો
આણંદ : જિલ્લાની હદમાં આવતા પોલીસ મથકો અને આણંદ રેલવેની હદમાં 2019-20માં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં માટે આણંદની કોર્ટે આપેલી મંજૂરીના આધારે મંગળવારે બેડવા નજીક આવેલા એક્સપ્રેસ હાઈવે પાસે આણંદ પ્રાંત અધિકારી, DySp સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તેના પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આણંદ ડિવિઝનના 7 પોલીસ મથકોમાંથી કુલ મળી 69,000 વિદેશી દારૂની બોટલ્સ નાશ કરવામાં આવ્યો હતો. જેની કિંમત અંદાજે 1.75 કરોડ રૂપિયા જેટલી છે.