રાજકોટમાં આજથી ક્રિકેટ ફિવર, ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમનું આગમન - ઇમ્પિરિયલ
રાજકોટ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે, ત્યારે બન્ને ટીમના ખેલાડીઓ આજે રાજકોટ ખાતે આવી પહોચ્યા છે. ભારતીય ટીમ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હોટેલ સયાજી જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમને યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઇમ્પિરિયલ ખાતે રોકાણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ઇન્ડિયન ટીમના ખેલાડીઓ હોટેલ ખાતે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ત્યાં પોતાના મનપસંદ ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હોટેલ બહાર આવી પહોંચ્યા હતાં.
Last Updated : Jan 15, 2020, 2:58 PM IST