EXCLUSIVE: ઓલિમ્પિકને લઈ બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદે આપ્યું મોટું નિવેદન
હૈદરાબાદ: દેશના નેશનલ બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદે સોમવારે ઇનાડુ સ્પોર્ટ્સ લીગના ઉદ્ઘાટન દરમિયાન ETV ભારત સાથે વિશેષ વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે હેલ્થ અને તંદુરસ્તી વિશે ચર્ચા કરી અને જણાવ્યું કે, આજની વ્યસ્ત જીવનશૈલીમાં રમતનું કેટલું મહત્વ છે. તેમજ તેઓએ વાતચીત દરમિયાન ઓલેમ્પિકને જોતા ચિંતા વ્યક્ત કરી કે, 'સિંગ્લસ'માં રમાનાર ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ભારત માટે ચિંતાનો વિષય છે. ઉપરાંત તેઓએ બેડમિંટન કેલેન્ડર વિશે પણ તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓએ ખેલાડીઓના પડકાર વિશે ચર્ચા કરતા કહ્યું કે, તેમણે બેડમિંટન કેલેન્ડર પર વાત કરી છે અને બધા જ કોચે મળીને વિશ્વ બેડમિંટન સંધને પત્ર લખ્યો છે પરંતુ તેઓની વાત માનવામાં આવે તે કપરું લાગી રહ્યું છે.