ગુજરાત

gujarat

ETV Bharat / videos

Rain in Valsad : વલસાડની તમામ નદીઓ બંને કાંઠે, લોકોને કરવામાં આવ્યું સુચન - વલસાડ મધુબન ડેમ

By

Published : Jul 12, 2022, 2:38 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

વલસાડ : વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ (Red alert in Valsad) આપવામાં આવ્યું છે. તેમજ સતત ત્રણ દિવસથી પડી રહેલા (Gujarat Rain Update) વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે, ત્યારે ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે મધુબન ડેમમાં (Madhuban Dam) થયેલી પાણીની આવકને પગલે 10 દરવાજા 4 મીટર (Rain in Valsad) ખોલવામાં આવ્યા હતા. જે બપોરે એક લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડાઈ હતું. જેને પગલે અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે અને નદીના જળ સ્તર વધી રહ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટર માધ્યમથી સૂચન કરવામાં આવ્યું છે. તેમજ લોકોને નદી કિનારા વિસ્તારથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. હજુ બે દિવસ વલસાડ જિલ્લા માટે ભારે છે, ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ પણે સજજ છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details