Sabarkantha News : સહકારી બેંકમાં પૂર્વ ચેરમેન સહિત પૂર્વ 11 ડિરેક્ટરની ઉમેદવારી રદ, નવા નિયણ પ્રમાણે - સાબરકાંઠામાં બેન્કની ચૂંટણી માટે ઉમદેવાર
સાબરકાંઠા :સમગ્ર ગુજરાતમાં સહકાર વિભાગ માટે ભારત સરકારે બનાવેલા નિયમની શરૂઆત સાબરકાંઠાની બેંકથી થવા પામી છે. જેમાં સતત આઠ વર્ષથી ડિરેક્ટર પદે રહેલા ઉમેદવારો ફરીથી સહકાર વિભાગમાં ઉમેદવારી કરી શકે નહીં. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સૌથી મોટી બેંક બની રહેલી સાબરકાંઠા બેંકમાં પૂર્વ ચેરમેન સહિત 11 ડિરેક્ટરોએ ઉમેદવારી કરતા તમામની ઉમેદવારી રદ કરે છે. જેના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠાના રાજકારણમાં હડકમ સર્જાયો છે.
ઉમેદવારી થઈ રદ :સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકની સાબરકાંઠા જિલ્લામાં ધરાવે છે તેમજ ડિરેક્ટર સહિત ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ટર્મ પૂરી થતાં આગામી 16 જુલાઈએ તેની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આખરી ઉમેદવાર યાદી જાહેર થતાં જ સાબરકાંઠા જિલ્લામાં હડકંપ સર્જાયો છે. જેમાં પૂર્વ ચેરમેન સહિત 11 જેટલા ડિરેક્ટરોના નામ ઉમેદવાર તરીકે રદ કરી દેવાતા સહકાર વિભાગમાં ખળભળાટ સર્જાયો છે. જોકે ભારત સરકાર દ્વારા સહકાર વિભાગને વધુ મજબૂત કરવા સહિત રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સતત આઠ વર્ષથી સહકારી બેંકમાં ડિરેક્ટર હોય તો તેમને ફરીથી જે તે બેંકમાં ઉમેદવાર કરી શકે નહીં. જોકે ગાઈડલાઈન પહેલેથી જાહેર કરાયેલી હોવા છતાં પૂર્વ ચેરમેન સહિત પૂર્વ ધારાસભ્ય દ્વારા સાબરકાંઠા બેન્કમાં ઉમેદવારી કરવા જતાં આજે સાબરકાંઠા બેંકના ચૂંટણી અધિકારી દ્વારા તમામની ઉમેદવારી રદ કરાઇ છે.