ગુજરાત

gujarat

ભારતીય તટ રક્ષક દળનું રેસ્ક્યૂ ઓપરેશન

ETV Bharat / videos

Cyclone Biparjoy: ભારતીય તટ રક્ષક દળનું દ્વારકાના દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન, 11 લોકોને બચાવ્યા, જૂઓ વિડિયો

By

Published : Jun 12, 2023, 10:03 PM IST

Updated : Jun 15, 2023, 6:22 PM IST

દ્વારકા :બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડું હવે જેમ જેમ નજીક આવતું જાય છે તેમ પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દ્વારકા અને ઓખા વચ્ચેના દરિયામાં એક ખાનગી કંપનીની ઓઇલ રિંગમાં ફસાયેલા 11 કર્મચારીઓને ભારતીય તટ રક્ષક દળના હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન : બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા તમામ સુરક્ષા દળને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે બપોરના સમયે દ્વારકા અને ઓખાના દરિયાની મધ્યમાં એક ખાનગી કમ્પનીના ઓઇલ રિંગના 11 કર્મચારીઓ સંકટમાં મુકાયા હતા. આ સમગ્ર બાબતની જાણકારી ભારતીય તટ રક્ષકદળને થતા હેલીકોપટર દ્વારા ઇમરજન્સી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે વિડિઓમાં જોઈ શકાય છે.

ભારતીય તટ રક્ષક દળનો આભાર માન્યો :અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય તટ રક્ષક દળ દ્વારા હમેશા લોકો ની મદદ કરવા તત્પર રહ્યું છે. ખાનગી કમ્પનીના 11 કર્મચારીઓનો જીવ બચાવવામાં આવતા કર્મચારીઓ એ પણ ભરતીય તટ રક્ષક દળનો આભાર માન્યો હતો.

15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.

  1. Cyclones in Gujarat : ગુજરાત પર આવેલા વાવાઝોડાંની વિનાશલીલા, બિપરજોય વાવાઝોડું કેવું નીવડશે?
  2. Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને શું છે કચ્છની પરિસ્થિતિ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  3. Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ
Last Updated : Jun 15, 2023, 6:22 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details