Gurubhakti Mahotsav : ગુરુભક્તિ મહોત્સવના આયોજને લઈને તડામાર તૈયારીઓ
વડોદરા : હરિપ્રસાદ સ્વામીની 88 મી જન્મ જયંતી નિમિત્તે એક " ગુરુભક્તિ મહોત્સવ"નુ (Gurubhakti Mahotsav) આયોજન ગુરુભક્તિ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આવનાર 22મી ના રોજ શહેરના આજવા રોડ ખાતે આવેલા અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આ યોજાનાર ભવ્ય ગુરુભક્તિ મહોત્સવ માટે હાલ તૈયારી ચાલી રહી છે.જેને લઈને સૃહદ સ્વામીએ જણાવ્યું હતું કે, ગુરુભક્તિ મહોત્સવમાં (Gurubhakti Mahotsav 2022) દેશ પરદેશથી અનેક ભાવિ ભક્તો જોડાશે. સમગ્ર ગુજરાતની જનતાને આ ગુરુભક્તિ મહોત્સવમાં આવવાનું (88th Pragatyotsav of Hariprasad Swamiji) આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે ગાયત્રી મંદિર ઇસ્કોન મંદિરથી પણ હરિભક્તો જોડાશે. સાથે હરિધામ સોખડામાં પણ ભક્તિમય કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે તેવું ગુરુપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું. હરિધામ ખુબજ વિવાદોને (Haridham Sokhada controversy) સૃહદ સ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ શક્તિ પ્રદર્શન નહીં પણ ભક્તિ ઉત્સવ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST