PM Modi in Vadodara : વડાપ્રધાનના આગમનને વડોદરાની મહિલાઓએ કેવી રીતે આવકાર્યું જૂઓ - ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ
વડોદરાના આંગણે 7 વર્ષ બાદ વડાપ્રધાન મોદીનું સ્વાગત (PM Modi in Vadodara ) કરવા માટે મહિલાઓમાં ભારે જોશ જોવા મળ્યું હતું. વડોદરાની મહિલાઓએ આનંદભેર ગરબે (swagat garba) ઘૂમીને પીએમ મોદીના આગમને વધાવી લીધું હતું.આપને જણાવીએ કે વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે. વડાપ્રધાને ખુલ્લી જીપમાં આવીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP state president CR Patil) પણ હતા. વડાપ્રધાન મોદી જનસભાને પણ સંબોધશે. અહીં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં 1.41 લાખ પરિવારોને વડાપ્રધાનના હસ્તે ઘરનું ઘર મળશે. પીએમ મોદીને સાંભળવાના ઉત્સાહમાં સભાસ્થળે વહેલી સવારથી જ લોકો એકઠા થઈ ગયેલાં જોવા મળ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST