ગુજરાત

gujarat

આદિવાસી મહિલાઓ કેળાના રેસામાંથી તૈયાર કરે છે વિવિધ ચીજવસ્તુઓ

ETV Bharat / videos

Narmada News: આદિવાસી મહિલાઓ કેળાના રેસામાંથી તૈયાર કરે છે વિવિધ ચીજવસ્તુઓ, પગભર બની રહી છે બહેનો

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 5:40 PM IST

નર્મદા:ડેડીયાપાડામાં આવેલ નાનકડું ગામ મલસામોટ. આ ગામની આદિવાસી બહેનો કેળાની છાલના રેસામાંથી વિવિધ વસ્તુઓ તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. આ કામથી મહિલાઓને રોજગાર મેળવીને પગભર બની રહી છે. આ ગામ વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. આ ગામના નારી શક્તિ કેન્દ્રમાં આદિવાસી બહેનો આ ચીજ વસ્તુઓ કેળાની છાલના રેસામાંથી તૈયાર કરે છે. જેમાં વોલેટ, હેન્ડ બેગ, ટૂર બેગ, બેલ્ટ, કેપ, મોબાઈલ પોકેટ, ટોપલી વગેરેનો સમાવેશ થાય છે. જી-20 સમિટમાં વિદેશના ડેલિગેટ્સને આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેપ્પી ફેસીસ નામક ફાઉન્ડેશન દ્વારા વિવિધ મોલ, હોટલ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફૂડ કોર્ટની પાસે સોવેનિયર શોપ શરુ કરવામાં આવી છે. જેમાં આ મહિલાઓ પોતે બનાવેલ વસ્તુઓનું વેચાણ કરીને આવક મેળવી રહી છે. કેળાના રેસામાંથી બનતી દરેક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ આ આદિવાસી મહિલાઓ જ કરે છે.  

કેળાની છાલના રેસામાંથી આદિવાસી મહિલાઓ દ્વારા વોલેટ, હેન્ડ બેગ, ટૂર બેગ, બેલ્ટ વગેરે જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. તેનું વેચાણ પણ આદિવાસી મહિલાઓ દ્વાર જ કરવામાં આવે છે. આ વસ્તુઓનો મોટો ઓર્ડર આવે તો અમે એ પ્રમાણે પણ વસ્તુઓ બનાવી આપીએ છીએ...ચેતના તડવી(રોજગાર મેળવનાર, હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન, નર્મદા)

ડેડીયાપાડાના મલસામોટ ગામને વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. આ ગામના નારી શક્તિ કેન્દ્રમાં આદિવાસી બહેનો કેળાની છાલના રેસામાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવે છે. જી-20 સમિટના ફોરેન ડેલિગેટ્સને આ આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા. હેપ્પી ફેસીસ ફાઉન્ડેશ આ મહિલાને ચીજવસ્તુઓના વેચાણમાં મદદ કરે છે. જેમાં મોલ, હોટલ્સ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સોવેનિયર શોપ શરુ કરાવવામાં આવી છે. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે...રાહુલ પટેલ(કર્મચારી, હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન, નર્મદા)    

ABOUT THE AUTHOR

...view details