ગુજરાત

gujarat

ETV Bharat / videos

Monsoon Gujarat 2022 : માંગરોળમાં ધોધમાર વરસાદ, મકાન પર વીજળી પડતાં શું થયું જૂઓ - Rainy weather in Gujarat

By

Published : Jun 16, 2022, 4:00 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

જૂનાગઢના માંગરોળમાં તેમજ આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ચોમાસાના (Rainy weather in Junagadh) પ્રથમ વરસાદે વીજળીના કડાકાભડાકા સાથે વિસ્તારમાં (Monsoon Gujarat 2022 ) એન્ટ્રી કરી હતી. જેમાં આજે માંગરોળના (Rain in Junagadh Mangrol ) લાલબાગ વિસ્તારમાં એક મકાનનો સીડીરૂમ દરવાજો ન હોવાથી વાછટ આવતાં ત્યાં પડદો ઢાંકવા બે સગાભાઇઓ ગયા હતાં અને ઉપર ચડતાંની સાથે તે મકાન ઉપર વીજળી પડતાં (Lightning strikes) આ બન્ને ભાઇઓને ઇજા થઇ હતી. તેમને તાત્કાલીક માંગરોળની સીફા હોસ્પીટલમાં દાખલ કરાયા હતાં. આ વીજળીની તીવ્રતા એટલી ભયંકર હતી કે આજુબાજુના છથી સાત મકાનોમાં વીજ ફીંટીંગને બાળીને ખાખ કરી નાખ્યાં હતાં. બીજીતરફ જે મકાન ઉપર વીજળી પડી હતી ત્યાં દિવાલને ફાડી નાખી હતી અને આ પાકા મકાનમાં મોટી નુકપાની થઇ હતી. હજુ તો ચોમાસાની (Monsoon season 2022 in Gujarat) શરૂઆત છે ત્યાં આ ભયાનક વીજળીએ લોકોના હોંશ ઉડાવી નાખ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details