મહેસાણા આમ આદમી પાર્ટીએ રાજ્યમાં વીજળી બાબતે કલેક્ટરને શું રજૂઆત કરી
મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)જિલ્લા પ્રમુખ સહિત સંઘઠનના હોદેદારો અને સભ્યોએ ગુજરાતમાં વીજળી સસ્તી (Relief in electricity rates )કરવાની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી (Gujarat AAP)પહોંચી આવેદનપત્ર આપ્યું છે. આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા પત્રકાર પરિષદ યોજી આવેદનપત્ર મામલે માહિતી આપતા ગુજરાત સરકાર નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપે અને વીજળી દર સસ્તા કરે તેવી રજૂઆત કેલકટરને આવેદનપત્ર આપી રાજ્યના મુખ્યપ્રધાન સુધી કરવામાં આવી છે. હાલમાં મોંઘવારી વચ્ચે સામન્ય નાગરિકો પર વીજળીના દર વધુ હોવાને પગલે નાગરિકો પરેશાન છે અને આ બાબતે રાજ્ય સરકાર ત્વરિત પગલાં લે તો નાગરિકોને વીજળીના દરમાં રાહત મળી શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST