મહેસાણા જિલ્લામાં 7 બેઠકો માટે આજે મતદાન, 1869 પોલિંગ બુથ કાર્યરત
મહેસાણા: મહેસાણા જિલ્લામાં 7 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થનાર(Voting will be held today on 7 assembly seats in Mehsana district) છે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી(District Election Officer) દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જિલ્લામાં મતદાન માટે કુલ 1869 પોલિંગ બુથ કાર્યરત રહેશે. જેમાં 10 હજાર પોલિંગ સ્ટાફ ફરજ નિભાવશે. સાથે મતદાનના દિવસે પોલીસ અને પેરામિલેટરી ફોર્ષ સુરક્ષા માટે તૈનાત રહેશે. સુરક્ષાની સ્થિતિ માટે અને યોગ્ય મતદાનના મોનીટરીંગ માટે 941 મતદાન મથકોથી વેબ કાસ્ટિંગ કરાશે. જેનું જિલ્લા અને આરોગ્ય કક્ષાએ વેબ કાસ્ટિંગનું મોનીટરીંગ કરાશેય જિલ્લામાં સ્પેશિયલ પોલિંગ મથકો તૈયાર કરાયા છે, જેમકે 49 સખી મતદાન મથકો, 2 યુવા ઓફિસર સંચાલિત મથકો હશે, 7 મોડલ અને 7 ઇકોફ્રેન્ડલી પોલિંગ મથક તૈયાર કરાયા છે, જિલ્લામાં સ્વૈચ્છીક રીતે બુથ પર મતદાન પસંદ કરનાર 80 થી વધુ વયના અને વિકલાંગ મતદારોને ચૂંટણી તંત્ર દ્વારા સન્માનપત્ર એનાયત કરાશે. મતદાન દરમિયાન જોકોઈ દુવિધા જણાય તો તમામ ફરિયાદો માટે નંબરો જાહેર કરાયા છે. દરેક મતદાતા જાગૃત મતદાર તરીકે મતદાન કરે તેવી અપીલ કરાઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST